ઓરી

ઓરીનો રોગ એ પોલિયો બાદ એવો બીજો રોગ છે જેને આપણે નાબુદ કરી શકીએ છીએ. ઉપયોગી રસીકરણ દ્વારા ઓરીના કેસની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળેલ છે. પરંતુ હજુ પણ ઓરીનો રોગ જોવા મળે છે જે દુઃખની વાત છે કારણકે ઓરીના રોગ થી બાળકના આરોગ્ય પર થતી અસરને લીધે વિકાસ શીલ દેશોમાં હજુ પણ કુપોષણ અને ટીબી ના  ઘણા ખરા કેસ જોવા મળે છે.

ઓરીના રોગ વિશે ઓરીનો રોગ વાઈરસથી થતો રોગ છે. ઓરીના વાઈરસ હવા દ્વારા ફેલાયછે અને શ્વસનમાર્ગથી શરીરમાં દાખલ થાય છે. રોગ ગ્રસ્ત મનુષ્યની છીંક કે ઉધરસમાં નીકળેલા સૂક્ષ્મ બુંદો અન્ય તંદુરસ્ત મનુષ્યના શ્વાસમાં જવાથી રોગ ફેલાય છે. આવા મનુષ્યને સંપર્કના એકાદ સપ્તાહ બાદ શરદી- ઉધરસ – તૂટ –કળતર – શરીર દુઃખવુ- સખત તાવ જેવા પ્રારંભિક લક્ષણૉ જોવા મળે છે. બેથી ત્રણ દિવસના તાવ પછી નાના ટપકા જેવા લાલ દાણા(ફોલ્લી)  શરીર પર જોવા મળે છે. જેની શરુઆત ચહેરા અને ડોક પર દેખાવાથી થાય છે અને ધીરે ધીરે આખા શરીરમાં ફેલાય છે. આ દાણામાં કોઈ પાણી ભરાતુ નથી અને તેમની સાઈઝ નાની (લગભગ બાજરીના દાણા જેવડી) હોય છે.

f--qCFGBhpM

આ દાણા નીકળ્યાના એકાદ દિવસમાં તાવનું પ્રમાણ ઘટી જાય છે અને મટી જાય છે. દાણા બીજા ચાર પાંચ દિવસ સુધી રહીને ધીરે ધીરે મટી જાય છે. શરીરમાં ખાસ કરીને ગળામાં નાની ગાંઠ થોડા સમય માટે જોવા મળે છે જે લસિકા ગ્રંથિના સોજાને કારણે બને છે. ઓરીના રોગને લીધે બાળકની રોગ પ્રતિકારક શક્તિ થોડા સમય માટે ઘટી જવા પામે છે જેથી તેને અન્ય બેક્ટેરીયા કે વાઈરસનો ચેપ સહેલાઈ થી લાગી જવાનુ જોખમ વધી જાય છે. આ જ કારણથી ઓરી પછી ઘણા બાળકોને કાનમાં રસી-ન્યુમોનીયા-ઝાડા ઉલ્ટી -મગજમાં રસી કે ઘણી વાર ટીબી થતો હોય છે.ઓરીને કારણે અને તેના પછી થતી તકલીફોને લીધે બાળકોમાં કુપોષણ થવાની સંભાવના  ખૂબ વધી જાય છે જે વિકાસશીલ દેશોમાં કુપોષણનુ એક મુખ્ય કારણ છે. ઘણી વાર ખૂબજ ભાગ્યે જ ઓરી પછી થોડા વર્ષો બાદ બાળકોમાં મગજની એક ખાસ પ્રકારની બિમારી – સબ એક્યુટ સ્ક્લેરોસિંગ પાન એંસેફેલાઈટીસ પણ થઈ શકે છે જેને લીધે બાળકનો વિકાસ અટકી જાય છે – તાણ- આંચકી-ખેંચ અને બેહોશ બને છે અને ધીરે ધીરે મૃત્યુ નીપજે છે. આ રોગનો કોઈ ઈલાજ નથી.

રસીનો પ્રકાર જીવિત રસી (Live attenuated vaccine)
આપવાની ઉંમર નવ (9) માસ પંદર (15)માસની ઉંમરે - એમ.એમ.આર.(M.M.R.* ) રસી દ્વારા
કુલ ડોઝ 2 (1ml/ ડોઝ)નવ (9) માસ, પંદર (15)માસ
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે ત્વચાની નીચે (subcutaneously)
* M.M.R. = Measles Mumps Rubella

યાદ રાખોઓરીના રોગ સામેની કુદરતી રોગ પ્રતિકારક શક્તિ માતામાંથી શિશુને લોહી દ્વારા ગર્ભાવસ્થામાં મળેલી હોય છે જે શિશુને અંદાજે છ થી નવ માસ સુધી રક્ષણ આપે છે પરંતુ ત્યાર બાદ શિશુને માત્ર રસીકરણ દ્વારા જ રોગ થી બચાવી શકાય છે. ધ્યાન રાખવા જેવી બાબતો

  1. ઓરીની રસી સામાન્ય રીતે ખૂબ ઝીણી સોય થી અપાય છે અને તેમા રસીકરણ પછી દુઃખાવો કે તાવ ભાગ્યે જ જોવા મળે છે.
  2. ઓરીના રસીકરણ પછી વિટામીન –એ ( ડોઝ – 1 lakh iu)  મોં વાટે (સીરપ/ કેપ્સ્યુલ) આપવુ ખૂબ જરુરી છે તેનાથી બાળકમાં ઓરીની રસીની અસરકારકતા વધારે છે અને બાળકને વિટામીન એ ની ખામી થી બચાવે છે.
  3. ઓરીની રસી આપ્યા બાદ(ખૂબ જ ઓછા કેસમાં ભાગ્યેજ) ક્યારેક બાળકને રીએક્શન આવી શકે છે. જેમાં બાળકને શ્વાસમાં તકલીફ અને નાડીના ધબકારા ઘટી જવાનુ બની શકે છે. આ માટે શક્ય હોય તો આ રસી નિષ્ણાત ડોકટરના માર્ગદર્શન હેઠળ જ મૂકાવવી.
  4. જો આપના વિસ્તારમાં ઓરીના કેસ જોવા મળે તો આપના બાળકને ઓરીની રસી નાની ઉંમર (છ માસ કે તેથી વધુ )માં પણ મુકાવી શકાય છે. જે માટે નિષ્ણાતનુ માર્ગદર્શન લેવુ.