પોલીઓ ઈન્જેકશન

પોલિયોના ટીપા દ્વારા રસીકરણ ખૂબ જ જાણીતુ છે પરંતુ હમણા છેલ્લા થોડા સમય થી પોલિયો ઈન્જેકશન પણ ભારતમાં ઉપલબ્ધ છે. પોલિયો ઈન્જેકશન ની શોધ ડૉ. શોક દ્વારા ઈ.સ. 1955માં થઈ હતી અને શરુઆતી દોરમાં પોલિયો રસીકરણ માત્ર આ ઈન્જેકશન દ્વારા જ થતુ પરંતુ ત્યાર બાદ પોલિયો ટીપાની શોધ થઈ અને પીવડાવવાની સરળ પધ્ધતિ હોવાથી ટીપાને એક લોકપ્રિય રસી બનતા વાર ન લાગી વળી ટીપા પ્રમાણ માં ઘણા સસ્તા અને ખૂબ સરળતા થી પ્રાપ્ય હતા. આથી જૂદા જૂદા દેશોએ તેને અપનાવ્યા અને ઘણા દેશો પોલિયોને નાબૂદ કરી શક્યા.

હાલ મોટા ભાગના આવા પોલિયો મુક્ત દેશોમાં હવે પોલિયો ટીપા જીવિત રસી હોવાથી વાપરી શકાય નહી આથી પોલિયો ઈન્જેકશન જ વાપરવામાં આવે છે. દા.ત. અમેરીકામાં ઈ.સ. 2001ની સાલ બાદ કોઈને પોલિયો ટીપા દ્વારા રસીકરણ  નથી અપાયુ.

વૈજ્ઞાનિક તારણો દ્વારા સિદ્ધ થઈ ચૂક્યુ છે કે પોલિયો ટીપા ઘણા બધા ડોઝ ની સરખામણી એ પોલિયો ઈન્જેકશનમાં માત્ર ત્રણ જ ડોઝ માં 99 % બાળકોમાં અસરકારક રોગપ્રતિકારક શક્તિ પેદા થઈ જાય છે.આથી જે માતા પિતા દ્વારા આ રસી માટે આર્થિક રીતે પરવડે તે તમામને ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા ડોકટર સાથે જરુરી ચર્ચા પછી રસીકરણ કરાવવા જ્ણાવાયુ છે.ભારત માં પણ પોલિયો નાબૂદી થયા બાદ માત્ર ઈન્જેકશન જ વાપરવામાં આવશે પરંતુ હાલના તબક્કે જ્યારે હજુ આપણી પોલિયો લડત ચાલુ છે ત્યારે હાલ પોલિયો માટે બંને રસીઓ (ટીપા અને ઈંજેકશન) સાથે-સાથે વાપરવાનો અનુરોધ કરાયો છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર અને પત્રક
પ્રારંભિક રસીકરણ શ્રેણીમાં
દોઢ માસે અઢી માસે સાડા ત્રણ માસે દોઢ વર્ષ
અન્ય શ્રેણી *
પ્રથમ ડોઝ બીજો ડોઝ ત્રીજો ડોઝ
દોઢ માસથી મોટા કોઈ પણ બાળકને પ્રથમ ડોઝ પછી બે માસ બાદ બીજા ડોઝના છ માસ બાદ
ક્યાં અપાય છે પગમાં સાથળના ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં
કેવી રીતે અપાય છે 0.5 ml - સ્નાયુમાં (intramuscular)
* પાંચ વર્ષથી નાની ઉમરના માટે

યાદ રાખો – હાલ ભારતમાં રસીકરણ માટે બંને રસીનો પ્રયોગ સાથે કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આથી આપના બાળક્ને બંને રસીનો લાભ આપશો. પોલિયો ઈન્જેકશન આપવામાં આવેલ હોય તો પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવતા પલ્સ પોલિયો અભિયાનમાં પણ આપના બાળકને પોલિયો ટીપા પીવડાવવા ની ભલામણ ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા કરવામાં આવે છે. ધ્યાન રાખવા જેવી બાબતો

  1. પોલિયો ઈન્જેકશન  સામાન્યતઃ માત્ર ઈન્જેકશનની જ્ગ્યાએ દુઃખાવો થઈ શકે ક્યારેક હળવો તાવ આવી શકે છે.આ રસીની અન્ય કોઈ ગંભીર આડ અસરો જોવા મળતી નથી.
  2. કોમ્બીનેશન અને સીંગલ રસી તરીકે ઉપલબ્ધ આ રસી પાંચ વર્ષથી નાની વયના કોઈ પણ બાળકને આપી શકાય છે. જરુરી માર્ગદર્શન માટે આપના બાળરોગ નિષણાંત સાથે ચર્ચા કરો.