ટાઈફોઈડ

ટાઈફોઈડનો રોગ હજુ પણ એક સાર્વજનિક સમસ્યા સમાન જોવા મળે છે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ રોગનું પ્રમાણ વવધુ જોવા મળે છે. સમસ્યા વધુ ગંભીર એટલે પણ છે કે ટાઈફોઈડની સામે વપરાતી મોટા ભાગની દવાઓ આ રોગ ના બેક્ટેરીયા સામે ધીમે-ધીમે બુઠ્ઠી થઈ રહી છે અને તેમની ધારેલી અસર થતી નથી આથી ઘણા કિસ્સામાં લાંબુ હોસ્પીટલાઈઝેશન અને કોઈ વાર ગંભીર સમસ્યાઓ પણ સર્જાઈ જતી જોવા મળે છે.

રોગ વિશેટાઈફોઈડ રોગ સાલ્મોનેલા ટાઈફી નામક બેક્ટેરીયા દ્વારા ફેલાય છે. આ રોગ દુષિત પાણી-ખોરાક કે ગંદા હાથ દ્વારા ફેલાય છે. બેક્ટેરીયાના ચેપની અસરથી આંતરડામાં સોજો આવવાથી શરુઆતી લક્ષણૉમાં ભારે તાવ – ઉધરસ – ઉલ્ટી ઉબકા કે હળવા ઝાડા જોવા મળે છે. આ તબક્કે સામાન્ય રીતે ટાઈફોઈડનુ નિદાન અઘરુ હોય છે પરંતુ બીજા અઠવાડીયામાં આ બિમારીના વધુ ગંભીર જણાય છે અને તાવનુ પ્રમાણ વધે છે સાથે ભૂખ ન લાગવી – થાક – પેટનો અસહ્ય દુઃખાવો – બેચેની વિ. જોવા મળે છે. આવા સમયે ટાઈફોઈડનું નિદાન લોહી તપાસ દ્વારા શક્ય છે અને મોટા ભાગના દર્દીઓને હોસ્પીટલાઈઝ કરવા પડે છે. ટાઈફોઈડની જો આ તબક્કે સારવારન થાય તો તેની ગંભીર અસરો જેવી કે ન્યુમોનિયા- આંતરડામાં ચાંદા પડવાથી સંડાસમાં લોહી પડવુ – આંતરડુ ફાટી જવાથી સર્જાતી જીવલેણ સમસ્યા- મગજ પર સોજો આવી જવો વિ.  પણ થઈ શકે છે.

રસીનો પ્રકાર અજીવ રસી
આપવાની ઉંમર અને ડોઝ બે વર્ષ ની ઉંમરે *
કુલ ડોઝ 1 (0.5 ml / dose)
ક્યાં અપાય છે સાથળ માં ઉપરના બાહ્ય ભાગ પર
કેવી રીતે અપાય છે 0.5ml સ્નાયુમાં (intramuscular)
* દર ત્રણ વર્ષે ફરી અપાવવુ

યાદ રાખો

  1. ટાઈફોઈડ ની હાલની કેપ્સ્યુલાર પોલી સેકેરાઈડ રસી બાળક્ને માત્ર ત્રણ વર્ષ માટે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે વળી આ રસી 2 વર્ષથી નાના બાળકોમાં અસરકારક નથી.આથી આ રસીકરણ હંમેશા બે વર્ષની ઉંમર પછી કરાવવુ અને દર ત્રણ વર્ષ (દા.ત.2-5-8-11 વર્ષની ઉંમરે )પછી તેને ફરીંથી અપાવવુ જરુરી છે.
  2. કોઈ બાળકને ટાઈફોઈડનો રોગ થઈ ગયો હોય તો પણ જો તેને અગાઉ ત્રણ વર્ષમાં ન થયુ હોય તો  તેને બિમારીના એક માસ બાદ ટાઈફોઈડ રસીકરણ કરાવવુ જરુરી છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

  1. ટાઈફોઈડની અન્ય એક રસી – કોંજ્યુગેટ રસી ના ભારતીય દર્દીઓ પરના પરિણામો થોડા સમયમાં ઉપલ્બ્ધ થયા બાદ આ રસી બાળકોમાં વ્યાપક રીતે વાપરી શકાશે. આ રસીની ખાસ બાબત એ છે કે તે 2 વર્ષથી નાની વયના બાળકોમાં પણ રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવા અસરકારક છે અને તેના બે ડોઝ આપ્યા બાદ દસ વર્ષે ફરી બીજો ડોઝ જરુરી બનશે.વળી આ રસીની અસરકારકતા હાલ ઉપલબ્ધ ટાઈફોઈડ રસીઓમાં સૌથી વધુ હોવાનુ પ્રારંભિક તારણો દર્શાવે છે.
  2. ટાઈફોઈડ રસીકરણની અન્ય એક પધ્ધતિમાં છ વર્ષથી મોટા બાળકોમાં રસીની કેપ્સ્યુલ ગળાવીને પણ થઈ શકે પરંતુ આની રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાની અસરકારકતા પોલીસેકેરાઈડ રસીની સરખામણીએ ઓછી છે.
  3. ટાઈફોઈડ રસીકરણ ની કોઈ ખાસ ગંભીર આડઅસર નથી. હળવો તાવ કે ઈન્જેકશન ની જગ્યાએ દુઃ ખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળી શકે.